ટ્રેનમાં સ્પીકર પર રીલ્સ જોઈ તો સીધા જેલમાં! રેલવેનો નવો નિયમ: ₹5,000 દંડ અને 6 મહિનાની કેદ!

હવે ટ્રેનની અંદર કે સ્ટેશન પરિસરોમાં મોબાઈલ ફોન સ્પીકર મોડ પર વાપરવા, મોટેથી ગીતો કે રીલ્સ જોવી અને મોડે સુધી ઊંચા અવાજે ફોન પર વાતો કરતા મુસાફરો સામે કાર્યવાહી થશે. ભારતીય રેલવેએ કડક પગલાં લીધાં છે. 'જન વિશ્વાસ સુધારા અધિનિયમ' હેઠળ થયેલા નવા સુધારાઓ લાગુ થયા પછી હવે તેને એક ગુનો બનાવવામાં આવ્યો છે.
ટિકિટ ચેકર્સને ઓન-ધ-સ્પોટ કાર્યવાહી કરવાની સત્તા
દક્ષિણ રેલવે સહિત તમામ રેલવે ઝોનને જાહેર ઘોષણાઓ અને સ્ટેશનો પર નોટિસ બોર્ડ લગાવીને મુસાફરોને જાગૃત કરવા તથા ટિકિટ ચેકર્સને ઓન-ધ-સ્પોટ કાર્યવાહી કરવાની સત્તા આપવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા દિશા-નિર્દેશો મુજબ, સહ-મુસાફરોની શાંતિ ભંગ કરવા પર કડક દંડ અને કાયદાકીય સજાની જોગવાઈ કરવામાં આવી છે.
- પ્રથમ વખત: નિયમનું ઉલ્લંઘન કરવા પર 1,000 રૂપિયાનો દંડ અને ટ્રેનમાંથી ઉતારી શકાશે.
- બીજી વખત અથવા સતત આવું કરવા પર: 5,000 રૂપિયા સુધીનો દંડ અને 6 મહિના સુધીની જેલ (અથવા બંને) થઈ શકે છે.
ખાસ કરીને રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કડક અમલ
મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સંગીત સાંભળવા, રીલ્સ કે સિરિયલ્સ જોવા માટે માત્ર ઇયરફોનનો જ ઉપયોગ કરે. ફોન પર વાતચીત ધીમા અવાજે કરે અને મોબાઈલની રિંગટોનને પણ ધીમા વોલ્યુમ કે વાઇબ્રેશન મોડ પર રાખે, ખાસ કરીને રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા દરમિયાન.
સહ-મુસાફરોને માનસિક પરેશાની
રેલવેની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે બંધ AC ડબ્બા અને વંદે ભારત એક્સપ્રેસ જેવી શાંત ટ્રેનોમાં લાઉડ ફોન કૉલ, સોશિયલ મીડિયા રીલ્સ અને બાળકોના કાર્ટૂનના મોટા અવાજથી સહ-મુસાફરોને માનસિક પરેશાની થાય છે. નિયમિત મુસાફરોનું કહેવું છે કે સ્લીપર ક્લાસની સરખામણીમાં એસી કોચમાં બહારનો અવાજ ઓછો હોવાને કારણે મોબાઈલનો અવાજ વધુ પરેશાન કરે છે. રેલવે મુસાફરોએ આ પગલાનું સ્વાગત કર્યું છે, પરંતુ સાથે એ માંગ પણ ઉઠાવી છે કે TTE અને RPF દ્વારા તેનું કડક પાલન કરાવવામાં આવે, કારણ કે રાત્રે વારંવાર ફરિયાદ નોંધાવવી મુશ્કેલ બને છે.
કોઈ મોટા અવાજથી ફોનનો વપરાશ કરી રહ્યો હોય અને બંધ કે ધીમો કરવાની ના કહે તો શું કરવું?
જો તમારી બોગીમાં કોઈ મુસાફર ના પાડવા છતાં મોટેથી સ્પીકર ચલાવી રહ્યો છે અથવા ઉપદ્રવ મચાવી રહ્યો છે, તો તમે આ માધ્યમોથી તુરંત ફરિયાદ નોંધાવી શકો છો












