Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : The man started urinating in front of the women in the train, the bile of the passengers went and washed the train!

VIDEO: ટ્રેનમાં મહિલાઓ સામે જ પેશાબ કરવા લાગ્યો શખ્સ, મુસાફરોનો પિત્તો ગયો ને કરી ચાલુ ટ્રેને ધોલાઈ!

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સોશિયલ મીડિયા પર આજકાલ એક એવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઈનું પણ મોથું શરમથી ઝૂકી જશે. એક ચાલતી ટ્રેનની અંદર ભીડભાડ વચ્ચે એક શખ્સે જાહેરમાં પેશાબ કરવાનું શરૂ કરી દીધું. આ અત્યંત શરમજનક હરકત જોઈને ત્યાં હાજર સહયાત્રીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. મુસાફરોએ માત્ર આ ગંદી હરકતનો સખત વિરોધ જ ન કર્યો, પરંતુ તે શખ્સને બરાબરનો ઢોરમાર પણ માર્યો. આ વીડિયો હવે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને લોકો રેલવે સુરક્ષા તેમજ મુસાફરોના સિવિક સેન્સ (સામાજિક ભાન) પર સવાલો ઊભા કરી રહ્યા છે.

App Store

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનનો ડબ્બો ખચોખચ ભરેલો છે. ફ્લોરથી લઈને બર્થ સુધી લોકો બેઠેલા છે. આ દરમિયાન એક શખ્સ નિર્ભય થઈને કોચની અંદર જ પેશાબ કરવા લાગ્યો. જ્યારે આસપાસના મુસાફરોએ તેને આવું કરતા રોક્યો અને ટોયલેટ જવાનું કહ્યું, તો તે શખ્સ અકડ બતાવવા લાગ્યો અને દલીલ કરવા લાગ્યો. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા મુસાફરોએ તેને ઘેરી લીધો અને તેની ધોલાઈ કરી નાખી.

રેલવે સેવા એક્શનમાં, તપાસના આદેશ

જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, X (ટ્વિટર) પર રેલવે સેવાએ પોતાના અધિકૃત હેન્ડલ @RailwaySeva પરથી તુરંત પ્રતિક્રિયા આપતા યુઝર પાસે ટ્રેન નંબર, PNR, મોબાઈલ નંબર અને ઘટનાની તારીખ તેમજ સમય જેવી સંપૂર્ણ માહિતી માંગી છે. રેલવે અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને દોષિત સામે કડક કાર્યવાહી થશે. આ સાથે જ મુસાફરોને કોઈ પણ અસુવિધા પર 'રેલ મદદ' પોર્ટલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર ઘેરી ચર્ચા

આ ઘટના સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર યુઝર્સ વચ્ચે તીખી ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોએ ટ્રેનોમાં વધતી જતી અતિશય ભીડ અને બગડતી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સે એવો પણ સવાલ ઉઠાવ્યો કે લોકો તુરંત વચ્ચે પડીને રોકવાના બદલે વીડિયો બનાવવામાં કેમ વ્યસ્ત રહ્યા. કેટલાક નેટિઝન્સે માંગ કરી છે કે આવા લોકો પર એરલાઇન્સની જેમ આજીવન કે લાંબા સમય માટે ટ્રેન મુસાફરી પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

ટોપિક્સ:GSTV NewsGujarati News