વિરોધ પક્ષના સવાલોના જવાબ વડાપ્રધાન પોતે કેમ નથી આપતા?, ખરગેનો આકરો પ્રહાર

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપ સરકાર પર નિશાન તાંક્યું છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રીજીજુએ સિમાંકન સુધારા બીલ પર ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવા ખડગેને પત્ર લખ્યો હતો. આ બાબતે ટીપ્પણી કરતા ખડગેએ કહ્યું હતું કે કિરેન રીજીજુને આટલી સત્તા આપવામાં આવી નથી.એમનો ઉપયોગ તો ફક્ત એક મોહરા તરીકે થાય છે.
ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારનો ઉપયોગ કરે છે
ખડગેએ કહ્યું હતું કે, 'જે રીતે વડાપ્રધાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારનો ઉપયોગ કરે છે એ જ રીતે કિરેન રીજીજુનો ઉપયોગ પણ કરે છે. વડાપ્રધાન કોઈપણ ટીકાનો જવાબ પોતે આપતા નથી. અમે એમને પત્ર લખીએ છીએ ત્યારે તેઓ પત્રનો જવાબ કોઈ બીજા પાસે તૈયાર કરાવે છે. આનો શું ફાયદો? તેઓ વિરોધ પક્ષના નેતાઓનું અપમાન કરી રહ્યા છે.'








