મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ડ્રગ વિરોધી કાર્યકર્તા પરવિંદર સિંહ જોટાની હત્યા કેસ: સીબીઆઈએ તપાસ હાથમાં લઈ કેસ પુનઃ નોંધ્યો

સોર્સ: gstv

સીબીઆઈએ ડ્રગ વિરોધી કાર્યકર્તા પરવિંદર સિંહ જોટાની હત્યાની તપાસ સત્તાવાર રીતે પોતાના હાથમાં લઈ લીધી છે અને સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. એક વરિષ્ઠ ડીઆઈજીની આગેવાની હેઠળની સીબીઆઈ ટીમ માનસા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને હાલના રેકોર્ડ તેમજ જપ્તી કબજે કરવા માટે ઔપચારિક પત્ર જારી કર્યો છે. અધિકારીઓ કેમિસ્ટની દુકાનોમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થોના વેચાણ અને સંભવિત લિંક્સની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ પ્રક્રિયાના ભાગરૂપે સીબીઆઈ ટીમ પીડિત પરિવારની મુલાકાત લેશે અને પંજાબ પોલીસ પાસેથી દસ્તાવેજો મેળવી આરોપી કેમિસ્ટ અશ્વિન કુમારની કસ્ટડી મેળવશે. 13 ઓક્ટોબરે માનસામાં ફેસબુક લાઈવ દરમિયાન થયેલી તકરારમાં આ હત્યા થઈ હતી.

આ સમાચાર શેર કરો