મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: પંજાબમાં અમિત શાહનો પ્રચંડ પ્રહાર! "પાતાળમાંથી પણ શોધી કાઢીશું..." ડ્રગ્સ માફિયાઓને કેન્દ્રીય ગૃહમંત્રીની સીધી ચેતવણી!

સોર્સ: gstv

પંજાબના લુધિયાણા ખાતે એક સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં ફેલાયેલા નશાના કારોબાર મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતના બંદરો પરથી ડ્રગ્સ આવવાના પંજાબ સરકારના આક્ષેપોને ફગાવી દેતાં ગૃહમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે, ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો પરથી એજન્સીઓએ અત્યાર સુધીમાં ₹૨૦,૦૦૦ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટને તોડી પાડ્યું છે.

ગૃહમંત્રીએ સવાલ ઉઠાવ્યો હતો કે, “જ્યારે અમે આ ગેરકાયદે ડ્રગ્સ રોકવા માટે સતત કાર્યવાહી કરી રહ્યા છીએ, ત્યારે અમારા પર જ આક્ષેપો કરવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે નાના-નાના પેકેટોમાં વહેંચાઈને આ ડ્રગ્સ પંજાબના યુવાનો સુધી કેવી રીતે પહોંચે છે? શું કોઈ પણ પ્રકારના રાજકીય રક્ષણ કે આશ્રય વિના આ શક્ય બની શકે? આ ક્યારેય શક્ય નથી.”

આ ઉપરાંત, મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા લેવાયેલા એક નિર્ણયનો ઉલ્લેખ કરતાં અમિત શાહે જણાવ્યું કે, આજે સવારે પોતાનો જન્મદિવસ મનાવ્યા બાદ મુખ્યમંત્રીએ એક કેસ સીબીઆઈ (CBI)ને સોંપીને એક સકારાત્મક પગલું ભર્યું છે. ગૃહમંત્રીએ પંજાબની જનતાને વિશ્વાસ અપાવતા કહ્યું કે, “જે કેસ અમને સોંપવામાં આવ્યો છે, તેમાં સામેલ આરોપી ગમે તેટલો વગદાર કે પહોંચતો કેમ ન હોય, અમે તેને પાતાળમાંથી પણ શોધી કાઢીને કાયદાના કઠેડામાં ઊભો રાખીશું અને કોર્ટ સમક્ષ રજૂ કરી યોગ્ય ન્યાય અપાવીશું.”

આ સમાચાર શેર કરો