મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મધ્ય પ્રદેશ અને પંજાબમાં બે ભીષણ માર્ગ અકસ્માત: 24 લોકોના કમકમાટીભર્યા મોત

મધ્ય પ્રદેશ અને પંજાબમાં બે ભીષણ માર્ગ અકસ્માત: 24 લોકોના કમકમાટીભર્યા મોત
તસવીર: AI IMAGE
આ સમાચાર સાંભળો

મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરમાં શીતલા માતાનાં મંદિરનાં મેળા દરમિયાન થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં ૧૫ લોકોનાં મોત થયા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અનાજ ભરેલુ ટ્રક ગુગલ મેપ્સ દ્વારા સૂચવવામાં આવેલા શોર્ટકર્ટ માર્ગે મંદિરની તરફ પહોંચ્યું હતું. બીજી તરફ પંજાબનાં સંગરુરમાં લહરાગાગા-જાખલ રોડ પર ઝડપથી જતી કારે મનરેગા મજૂરોને કચડી નાખતા ૯ મજૂરોનાં મોત થયા છે. દુર્ઘટના સમયે સડક પર ૨૪ મજૂરો કાર્ય કરી રહ્યાં હતાં.

અનાજ ભરેલા ટ્રકની બ્રેક ફેઇલ થઇ જવાનાં કારણે વાહન શ્રદ્ધાળુઓની ભીડંમાં ઘૂસી ગયું હતું. જેનાં કારણે ૧૫ લોકોનાં મોત થયા છે અને ઓછામાં ઓછા ૨૬ લોકો ઘાયલ થયા છે. ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. 

આશંકા દર્શાવવામાં આવી રહી છે કે તેણે ગૂગલ મેપ પર લોકેશન શોધીને શોર્ટ કટ રસ્તાની પસંદગી કરી હતી. આ દરમિયાન મધ્ય પ્રદેશનાં મુખ્યપ્રધાન ડો. મોહન યાદવે આ ઘટના અંગે કડક વલણ અપનાવ્યું છે. કેસમાં બેદરકારી સામે આવ્યા પછી સંબધિત વિસ્તારનાં સીએસપી રવિ ભદૌરિયાને હટાવવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્રણ સ્ટેશન હાઉસ ઓફિસર સહિત આઠ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશનાં મૃતકોનાં પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન મોહન યાદવે મધ્ય પ્રદેશમાં બનેલી ઘટનાનાં મૃતકોનાં પરિવારજનોને ચાર લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રૂપિયા અને સામાન્ય ઇજા પામેલા લોકોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ સમાચાર શેર કરો