મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાબરકાંઠા: વડાલી પોલીસ મથકે મૈત્રી કરાર મામલે પરિવાર અને સમાજનો વિરોધ

સોર્સ: gstv

સાબરકાંઠાના વડાલી પોલીસ મથકે છેલ્લા ત્રણ કલાકથી એક યુવતીનો પરિવાર અને સમાજના લોકો ભારે આક્રોશ સાથે ન્યાયની માંગ કરતા જોવા મલ્યા સમાજના જ એક યુવક સાથે મૈત્રી કરાર કરનાર યુવતીના પરિવાર તેમજ સમાજના અન્ય લોકોને યુવકના સ્વજનો દ્વારા ખોટી ફરિયાદો કરીને હેરાન કરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. યુવકના પરિવાર તરફથી સતત થતી ખોટી ફરિયાદો અને પરેશાનીથી કંટાળીને મહિલાઓએ પોલીસ મથકે છાજીયા લઈને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પીડિત પરિવારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પોલીસ દ્વારા તેમને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશન પરિસરમાં બેસીને પોતાનો વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે..

આ સમાચાર શેર કરો