મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સામેના વિરોધ પ્રદર્શન કેસમાં મોટો ઘટસ્ફોટ: દિલ્હી પોલીસે બંને FIR ક્રાઈમ બ્રાન્ચને સોંપી

સોર્સ: gstv

દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકા સામે નોંધાયેલ બીજી FIR પણ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી છે. હવે ક્રાઈમ બ્રાન્ચ કનોટ પ્લેસ અને જંતર મંતર ખાતે કાર્યકરોના કથિત પ્રવેશ અને વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા બંને કેસોની ઊંડાણપૂર્વક તપાસ કરશે. 13 ઓક્ટોબરે મંજૂરી વગર બે અલગ-અલગ સ્થળોએ પ્રદર્શન કરવા બદલ આ કેસો નોંધાયા હતા. પોલીસે આરોપ લગાવ્યો હતો કે દાસ, રંકા, અજિંક્ય શિંદે સહિતના ૧૪ જેટલા CJP સભ્યોએ પ્રતિબંધિત જંતર મંતર વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. ફરજ પરના પોલીસર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને તમામની અટકાયત કરી હતી. કનોટ પ્લેસ બાદ હવે જંતર મંતરનો કેસ પણ યુનિટને સોંપાતા તપાસનો વ્યાપ વધ્યો છે.

આ સમાચાર શેર કરો