Video: દશેરાએ દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટના 'કોકરોચ'નું દહન! દીપકેનો જવાબ- ફ્રી પબ્લિસિટી માટે આભાર!

દિલ્હીમાં દશેરા પર્વે પરંપરાગત રાવણ દહનની સાથે 30 ફૂટ ઊંચા કોકરોચના પૂતળાનું પણ દહન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે CJPના સ્થાપક અભિજીત દીપકેએ કટાક્ષ કરતા કહ્યું છે કે, ફ્રી પબ્લિસિટી માટે આભાર. દિલ્હીના પીતમપુરા સ્થિત મેદાનમાં શ્રી કેશવ રામલીલા કમિટી દ્વારા રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની સાથે આ વિશાળ કોકરોચનું પૂતળું પણ બાળવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કમિટીનું કહેવું છે કે, આ પહેલ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી રહી છે. શ્રી કેશવ રામલીલા કમિટીના પ્રમુખ અને મોડલ ટાઉનના ભાજપ ધારાસભ્ય અશોક ગોયલ દેવરાહાએ જણાવ્યું હતું કે, કોકરોચનું પૂતળું ગંદકીનું પ્રતીક છે.








