Video: સોલડીમાં દેવયોગી હેલ્થકેર કંપનીના મેડિકલ વેસ્ટ પ્રોજેક્ટ સામે વિરોધ ઉગ્ર

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સોલડી ગામે દેવયોગી હેલ્થકેર કંપનીના મેડિકલ વેસ્ટ પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો વિરોધ ઉગ્ર બન્યો છે. પ્રોજેક્ટના વિરોધમાં યોજાયેલી ગ્રામસભામાં તલાટી સિવાય ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ ગેરહાજર રહેતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. આ પ્રોજેક્ટથી 20થી વધુ ગામોની ફળદ્રુપ જમીનને નુકસાન થવાની, ખેતી અને બાગાયતને અસર પહોંચવાની તેમજ આરોગ્ય સામે જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સોલડી ગામે છેલ્લા પાંચ દિવસથી અનશન પર બેઠેલા સરપંચ અને આગેવાનોને 15 ગામોના સરપંચોએ સમર્થન આપ્યું છે. ગ્રામસભામાં રસ્તા રોકો આંદોલન, પ્રાંત કચેરીના ઘેરાવ અને આત્મવિલોપનની ચીમકી અંગેના ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા હતા. સરપંચ દીપક પટેલે સ્પષ્ટ કર્યું કે પ્રોજેક્ટ રદ કરવાનો લેખિત પરિપત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવાશે.






