મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સોલડીમાં મેડિકલ વેસ્ટ કંપની સામે 22થી વધુ ગામોના લોકોમાં ભારે આક્રોશ

સુરેન્દ્રનગરના સોલડી નજીક દેવયોગી મેડિકલ વેસ્ટ કંપનીના પ્રોજેક્ટ સામે 22થી વધુ ગામોના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મેડિકલ વેસ્ટના નિકાલ માટેની કંપનીને સરકારની મંજૂરી મળતાં આસપાસની ફળદ્રુપ જમીનને નુકસાન થવાની ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી વિવિધ ગામોના આગેવાનો અન્નસન પર બેઠા છે, છતાં કોઈ નિર્ણય ન આવતાં આજે કંપનીના નામનો રાવણ બનાવી તેનું દહન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પ્રોજેક્ટ બંધ કરવાની માંગ સાથે વિરોધ ઉગ્ર બનાવ્યો છે. જો પ્રોજેક્ટ બંધ નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો