મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'પોતાના માણસો ઉપર ડંડા ચલાવવા પડે', મોહન ભાગવતે કેમ આવું કહેવું પડ્યું

RSS વડા મોહન ભાગવતે શુક્રવારે ગુરુગ્રામમાં આયોજિત 'વિકસિત ભારતની દિશા' સંમેલનમાં પોતાના વિચારો રાખ્યા હતા. આ સંમ

'પોતાના માણસો ઉપર ડંડા ચલાવવા પડે', મોહન ભાગવતે કેમ આવું કહેવું પડ્યું

RSS વડા મોહન ભાગવતે શુક્રવારે ગુરુગ્રામમાં આયોજિત 'વિકસિત ભારતની દિશા' સંમેલનમાં પોતાના વિચારો રાખ્યા હતા. આ સંમેલનમાં ભાગવતે કહ્યું, "વિકાસ કરીએ કે પર્યાવરણનું રક્ષણ. બેમાંથી કોઈ એકને પસંદ કરવાનું છે, પરંતુ આપણે બંનેને સાથે લઈ જવાનું છે.

આ પણ વાંચોઃ ‘30 લાખનું સોનું પડાવ્યું, આઘાતમાં પિતાએ કરી આત્મહત્યા’, પોલીસના હવાલા કાંડથી ફરી રાજકોટ ધણધણ્યું

મોહન ભાગવતે એમ પણ કહ્યું કે, જ્યારે તકનીકી પ્રગતિના માપદંડોની વાત આવે ત્યારે માત્ર ચાર ટકા વસ્તીને 80 ટકા સંસાધનો મળે છે અને આવા વિકાસ માટે લોકોએ ખૂબ મહેનતથી કામ કરવું પડે છે. પરિણામ ન મળવા પર નિરાશા થાય છે અને આવી પરિસ્થિતિઓમાં ક્યારેક કડક પગલાં ઉઠાવવા પડે છે. અને પોતાના જ લોકો પર ડંડો ચલાવવો પડે છે. જે આજની પરિસ્થિતિમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

'અટક્યા તો પતન શરૂ થયું'

ભાગવતે જણાવ્યું હતું કે, વિશ્વ પણ માને છે કે, 16મી સદી સુધી ભારત દરેક ક્ષેત્રમાં અગ્રેસર હતું. આપણે ઘણી મહત્વપૂર્ણ શોધો કરી, પરંતુ તે પછી આપણે અટકી ગયા અને આપણું પતન શરૂ થયું. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, ભારતે હંમેશા એક દાખલો બેસાડ્યો છે કે દરેકને સાથે લઈને ચાલવું જોઈએ.

આરએસએસ ચીફના મતે વ્યક્તિગત વિકાસમાં મન અને બુદ્ધિનો વિકાસ પણ હોવો જોઈએ. વિકાસ એ માત્ર આર્થિક લાભો પ્રાપ્ત કરવા માટે નથી, પરંતુ તે માનસિક અને ભૌતિક સમૃદ્ધિ બંનેના સમન્વયનું સ્વરૂપ હોવું જોઈએ. 

આધ્યાત્મિકતા અને વિજ્ઞાન

ભાગવતે એમ પણ કહ્યું કે, આધ્યાત્મિકતા અને વિજ્ઞાન વચ્ચે કોઈ સંઘર્ષ નથી. બંનેનો ઉદ્દેશ્ય માનવતાનું કલ્યાણ છે. જો કોઈ વ્યક્તિ મોક્ષ મેળવવા માંગતો હોય તો તેણે સાંસારિક પ્રવૃત્તિઓ છોડી દેવી પડશે. જો તમારે પૈસા કમાવવા હોય તો દોડતા રહો, બાળકોની સારી સંભાળ રાખવી પડશે. સવારે ધંધાર્થે નીકળી સાંજે ઘરે પાછા ફરવું પડશે. પરંતુ આ માટે કંઈકના કંઈક ત્યાગ પણ કરવો પડશે.

આ સમાચાર શેર કરો