મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોણ છે નારા લોકેશ? પિતા ચંદ્રબાબુને જેલમાંથી છોડાવવા અમિત શાહ સાથે કરી હતી મુલાકાત

આંધ્રપ્રદેશમાં ટીડીપીની સરકાર બનતાં ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના મુખ્યમ

કોણ છે નારા લોકેશ? પિતા ચંદ્રબાબુને જેલમાંથી છોડાવવા અમિત શાહ સાથે કરી હતી મુલાકાત

આંધ્રપ્રદેશમાં ટીડીપીની સરકાર બનતાં ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે. ટીડીપી સરકારમાં નારા લોકેશે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. 2019ની વિધાનસભા ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીની પાર્ટી (YSRCP) તરફથી મંગલાગીરી ક્ષેત્રમાંથી હારી ગયેલા નારા લોકેશે આ વખતે એ જ સીટ પરથી 91,000 થી વધુ મતોથી જીતીને અલગ ઉભરી આવ્યા છે.

લોકેશે પોતાની પાર્ટીમાં સામાન્ય લોકો પણ તેને સરળતાથી મળી શકે એવી એક સરળ નેતાની ઈમેજ બનાવી છે. આંધ્રમાં ટીડીપી સત્તાથી દૂર હતી પરંતુ લોકેશ રાજ્યમાં લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા. આંધ્રપ્રદેશમાં TDPની સરકાર બનાવવા સાથે કેન્દ્રમાં ગઠબંધનની દિશા નક્કી કરવામાં 41 વર્ષીય લોકેશે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.  

આંધ્રપ્રદેશમાં એક સાથે યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં એન. ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપીએ જબરદસ્ત જીત મેળવી અને રાજ્યમાં સત્તા પાછી મેળવી છે. ભાજપ અને પવન કલ્યાણની આગેવાની હેઠળની જનસેના પાર્ટી (JSP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડીને TDPએ લોકસભાની 16 બેઠકો જીતી કેન્દ્રમાં NDA ગઠબંધનમાં બીજી સૌથી મોટી પાર્ટી બની. આ સાથે કેન્દ્રમાં TDP નિર્ણાયક તરીકે ઉભરી આવી છે.

ટીડીપીના મહાસચિવ લોકેશે ગયા વર્ષે જાન્યુઆરી-ડિસેમ્બર દરમિયાન કુપ્પમથી શ્રીકાકુલમ સુધીની આ યાત્રા કરી હતી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ  થયેલા લોકેશે ટીડીપીને ફરી સત્તામાં લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. નારા લોકેશે કહ્યું કે, ખરાબ પરિસ્થિતિઓમાં શીખવાની ક્ષમતાએ સફળતા તરફ આગળ વધાર્યો છે. મારી પદયાત્રાએ મને એક વ્યક્તિ તરીકે મૌલિક રૂપથી બદલી નાંખ્યો છે. મને વિનમ્ર અને જમીની લેવલે જીવતા શીખવાડ્યું છે. આ સાથે મને લોકોની મદદ કરવા ઉત્સુક બનાવ્યો છે.  

આંધ્રપ્રદેશમાં લોકેશની મહેનત અને પ્રમાણિકતાનું ફળ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આવ્યું જ્યારે નાયડુની કથિત આંધ્ર પ્રદેશ કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે લોકેશે પક્ષને એકજૂટ રાખ્યો. ટીડીપી નેતાઓને શંકા હતી કે, નાયડુ જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રચાર કરી શકશે. લોકેશે પોતાના પિતાને જેલમાંથી છોડાવવા આંધ્રથી લઈને દિલ્હી સુધી દરવાજા ખટખટાવ્યા હતા. પિતાનું માર્ગદર્શન મેળવીને પાર્ટીને એકજૂટ રાખવામાં સખત મહેનત કરી.  TDP પ્રમુખને જેલમાંથી છોડાવવા અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ભાજપ સાથે ગઠબંધન કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ સમાચાર શેર કરો