ભાજપને ક્યારે મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ? રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યો ખુલાસો
બિહારની ચૂંટણી વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટી વાત કરી છે, તેમણે ભાજપના નવા રાષ્ટ્રીય અ

બિહારની ચૂંટણી વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટી વાત કરી છે, તેમણે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની જાહેરાત બિહાર ચૂંટણી બાદ કરવામાં આવશે. સાથે જ તેમણે અધ્યક્ષ પદને લઈને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે મતભેદ હોવાની વાતને પણ સ્પષ્ટપણે નકારી દીધી છે. સાથે જ તેમણે કહ્યું કે, આરએસએસ ભાજપના રાજકીય મામલાઓમાં ક્યારે પણ કોઈ હસ્તક્ષેપ કરતું નથી.
રાજનાથ સિંહે આ જ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, બિહાર વિધાનસભામાં એનડીએ 160થી વધારે બેઠકો જીતશે અને નીતીશ કુમાર મુખ્યમંત્રી બનશે કારણ કે, એનડીએ તેમના જ નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું તે, અમારી જનસભામાં મતદારોનો ઉત્સાહ જોઈને હું કહી શકું છુ કે, અમારી સરકાર નિશ્ચિત રૂપથી બનશે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે, એનડીએ બિહારમાં 160થી વધારે બેઠક જીતશે.
ભાજપ અને ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીથી એક- એક મુખ્યમંત્રી હોવાની વાત પર રાજનાથ સિંહે કહ્યું કે, ભવિષ્યમાં જે પણ થશે તે બધાની સંમતિથી થશે.






