Video: શેરબજારમાં વાઘબારસે દિવાળીનો માહોલ

ભારતીય શેરબજારના રોકાણકારોની દિવાળી સુધરી છે. માર્કેટમાં આજે વાઘ બારસે જ દિવાળી ઉજવાઈ છે અને સેન્સેક્સમાં 1700 પોઈન્ટની જોરદાર તેજી જોવાઈ રહી છે...સેન્સેક્સ 78 હજાર 922ના ઉપરના લેવલ પર ટ્રેડ થતા રોકાણકારો ખુશખુશાલ થયા છે..વૈશ્વિક બજારોમાંથી આજે પોઝિટિવ સંકેત મળ્યા છે..વિશ્વના તમામ બજારો આજે તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.. અમેરિકન ચૂંટણીના પરિણામની અસર પણ માર્કેટ પર વર્તાઈ રહી છે..વચગાળાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થતા દુનિયાભરના બજારોમાં તેજી છવાઈ છે.બીજીબાજુ ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ ખોલ્યો છે. આ સમાચાર ભારત માટે ખુબ પોઝિટિવ સાબીત થઈ રહ્યા છે..સાથે જ ક્રૂડ ઓઈલના ભાવ પણ ઘટીને આવ્યા છે..આ તમામ પોઝિટિવ અહેવાલથી સવારથી જ બજાર ગેપઅપમાં જ ખુલ્યું હતુ..અને માર્કેટમાં સતત જોરદાર તેજીનો કરંટ જોવાઈ રહ્યો છે. બજારમાં તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે..કોઈપણ જગ્યાએથી કોઈ નેગેટિવ સમાચાર નથી જેથી બજારનું સેન્ટીમેન્ટ બુલીશ થયુ છે..







