Video: આંધ્ર પ્રદેશના પ્રકાશમ બેરેજમાંથી પાણીના નિકાલ માટે કુલ ૭૦ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા, પાણીનું સ્તર ૧૨ ફૂટ જાળવાયું

સોર્સ: gstv

આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આવેલા પ્રકાશમ બેરેજ ખાતે પૂરના પાણીનો પ્રવાહ વધી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બેરેજમાં પાણીની આવક અને જાવક બંને ૬૦ હજાર ૮૭૫ ક્યુસેક જેટલી નોંધાઈ છે. જળસ્તર નિયંત્રણમાં રાખવા માટે બેરેજના ૧૫ દરવાજા બે ફૂટ અને અન્ય ૫૫ દરવાજા એક ફૂટ જેટલા ઊંચા કરવામાં આવ્યા છે, જેથી વધારાનું પાણી સરળતાથી સમુદ્રમાં છોડી શકાય. હાલ આ સમગ્ર વિસ્તારમાં પ્રકાશમ બેરેજમાં પાણીનું સ્તર ૧૨ ફૂટ જેટલું નિશ્ચિત જાળવી રાખવામાં આવ્યું છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે

આ સમાચાર શેર કરો

જાહેરાત