મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં VIP પાર્ટી ચીફ મુકેશ સહનીના પિતાની હત્યા, દરબંગાના ઘરમાં મળ્યો ક્ષત-વિક્ષત મૃતદેહ

બિહારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બિહાર સરકારના પૂર્વ મંત્રીના પિતાની હત્યા કરી દેવા

બિહારમાં VIP પાર્ટી ચીફ મુકેશ સહનીના પિતાની હત્યા, દરબંગાના ઘરમાં મળ્યો ક્ષત-વિક્ષત મૃતદેહ

બિહારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બિહાર સરકારના પૂર્વ મંત્રીના પિતાની હત્યા કરી દેવામાં આવી છે. હાલ આ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.બિહારના દરભંગા (Darbhanga)માં વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ના વડા તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી મુકેશ સાહની (Mukesh Sahni)ના પિતા જીતન સાહની (Jitan Sahni)ની ઘાતકી હત્યા કરવામાં આવી છે.

દરભંગાના SSPએ આ હત્યાની પુષ્ટિ કરી

દરભંગાના SSPએ આ હત્યાની પુષ્ટિ કરી છે. સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી છે, જો કે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે મુકેશ સાહની VIP પાર્ટી ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં સામેલ થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ડીલ મૂળ તો મુકેશ સાહની અને RJD વચ્ચે થઈ હતી. 

આ સમાચાર શેર કરો