મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં યુવકના મોત બાદ ભડકી હિંસા,પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા; CM યોગીએ બોલાવી બેઠક

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ગઈકાલથી શરૂ થયેલી હિંસાને કારણે જિલ્લામાં હજુ પણ ભારે તણા

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં યુવકના મોત બાદ ભડકી હિંસા,પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા; CM યોગીએ બોલાવી બેઠક
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ગઈકાલથી શરૂ થયેલી હિંસાને કારણે જિલ્લામાં હજુ પણ ભારે તણાવનું વાતાવરણ છે. ફાયરિંગમાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાના મૃતદેહને લઈને અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.   પરિવારના સભ્યો અને ગ્રામજનોએ મૃતદેહને મહસી તહસીલના મુખ્યાલયમાં રાખ્યો છે. સ્થળ પર ભારે ફોર્સ તૈનાત છે. ડીએમ, એસપીથી લઈને ડઝનબંધ અધિકારીઓ નારાજ લોકોને શાંત કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. પરંતુ પરિવાર લાશ સ્વીકારવા તૈયાર નથી. તેણે અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી છે. આ દરમિયાન સીએમ યોગીએ બહરાઈચ હિંસા અંગે લખનૌમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.   https://twitter.com/AHindinews/status/1845720248538013965   જણાવી દઈએ કે, 13 ઓક્ટોબરની સાંજે બહરાઇચના મહસી તહસીલના હરડી વિસ્તારના મહારાજગંજ શહેરમાં એક ચોક્કસ સમુદાયના વિસ્તારમાંથી દુર્ગામાતાની મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા નીકળી રહી હતી. આરોપ છે કે આ દરમિયાન ડીજે વગાડવા મુદ્દે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ધાબા પરથી પથ્થરમારો શરૂ કરીને દેખાવકારો પર ગોળીબાર કર્યો. આ બબાલમાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકને ગોળી વાગતાં તેનું મોત થયું હતું.     https://twitter.com/AHindinews/status/1845709084474933359   દુર્ગા માતા મૂર્તિ વિસર્જન શોભાયાત્રામાં ગોળીબારી અને પથ્થરમારાની ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ રામ ગોપાલ મિશ્રાને મૃત જાહેર કર્યા હતા. રામ ગોપાલના મોતના સમાચાર ફેલાતા જ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. લોકો રસ્તા પર આવી ગયા. તોડફોડ અને આગચંપી શરૂ થઈ. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.     હાલમાં બહરાઈચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાજગંજમાં દુર્ગા મૂર્તિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો અને ફાયરિંગ બાદ તણાવ યથાવત છે. શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગોળીબારમાં માર્યા ગયેલા રામ ગોપાલનો મૃતદેહ સોમવારે વહેલી સવારે ગામમાં પહોંચતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.   પરિવારના સભ્યો સાથે સેંકડો લોકો લાકડીઓ સાથે રામગોપાલના મૃતદેહને લઈને તહેસીલ સંકુલ તરફ ચાલ્યા ગયા. આ દરમિયાન બહરાઈચની મહિલા ડીએમ મોનિકા રાની મહિલાઓને સમજાવતી જોવા મળી હતી. આ પ્રસંગે એસપી વૃંદા શુક્લા પણ હાજર હતા. આ બધા વચ્ચે આજે સવારે પણ આ વિસ્તારમાં તોડફોડ અને આગચંપીનો બનાવ બન્યો હતો. કેટલાક લોકોએ દુકાનોને આગ લગાડી હતી. હાલ પરિસ્થિતિ થાળે પાડવા તંત્રે એડીચોટીનું જોર લગાવ્યું છે. 

આ સમાચાર શેર કરો