ખરાબ સમયમાં ખબર પડે છે કોણ તમારી સાથે છે, વિનેશ ફોગાટ- બજરંગ પુનિયા કોંગ્રેસમાં સામેલ
પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્

પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થયા છે. કેસી વેણુગોપાલે કોંગ્રેસનો ખેસ પહેરાવીને બન્નેને આવકાર્યા હતા. વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા હરિયાણાં વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. આ પહેલા વિનેશ ફોગાટે કોંગ્રેસમાં સામેલ થયા પહેલા રેલ્વેની નોકરી છોડી દીધી હતી.
કોંગ્રેસમાં સામેલ થયા બાદ વિનેશ ફોગાટે શું કહ્યું?
- ખરાબ સમયમાં ખબર પડે છે કોણ તમારી સાથે છે.
- અમારી લડાઇ ચાલુ રહેશે, ખતમ નથી થઇ
- કોંગ્રેસે અમારા આંસુને સમજ્યા
- ખરાબ સમયમાં ખબર પડે છે કોણ તમારૂ છે
- ભાજપને છોડીને બધા અમારી સાથે હતા
- આ દેશના લોકોની સેવાની તક
જણાવી દઈએ કે ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે બંને મજબૂત રેસલર કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. આ પહેલા બંને રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળો મુજબ વિનેશ ફોગટને દાદરીથી ટિકિટ આપવામાં આવી શકે છે. બજરંગ પુનિયા બદલીથી ટિકિટ માંગી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ તેમને આ બેઠકને બદલે કેટલીક જાટ પ્રભુત્વવાળી બેઠક પરથી ટિકિટ આપવાનું વિચારી રહી છે.
વિનેશ ફોગાટ થોડા દિવસ પહેલાં જ શંભુ બોર્ડરે ખેડૂતોની મોટી ખાપ પંચાયતમાં હાજર રહી હતી. અહીં ખેડૂતોએ તેનું સન્માન કર્યું હતું. હવે વિનેશ ફોગાટની સંભવિત રાજકીય એન્ટ્રીથી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ આવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના મજબૂત સંબંધોથી ચૂંટણીમાં મોટું સમર્થન મેળવી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.
ખડગેએ ટ્વિટમાં શું લખ્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ તેમના એક્સ એકાઉન્ટ પર લખ્યું 'ચક દે ઈન્ડિયા, ચક દે હરિયાણા'. આ સાથે ખડગેએ લખ્યું કે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનારા આપણા પ્રતિભાશાળી ચેમ્પિયન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા. અમને બંને પણ ગર્વ છે.
વિનેશે રેલ્વેની નોકરી છોડી દીધી
કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા પહેલા વિનેશ ફોગાટે શુક્રવારે રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ માહિતી તેણે પોતે આપી હતી. આની જાહેરાત કરતાં વિનેશે કહ્યું કે રેલવેની સેવા કરવી એ તેના જીવનનો સૌથી યાદગાર અને ગર્વનો સમય રહ્યો છે.
તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, મારા જીવનના આ તબક્કે મેં મારી જાતને રેલ્વે સેવાથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતીય રેલ્વેના સક્ષમ અધિકારીઓને મારું રાજીનામુ સુપરત કર્યું છે. રાષ્ટ્રની સેવામાં રેલવે દ્વારા મને આપવામાં આવેલી આ તક માટે હું ભારતીય રેલવે પરિવારનો હંમેશા આભારી રહીશ.
હરિયાણામાં ચૂંટણી ક્યારે થશે?
હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરે યોજાશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે પહેલા આ તારીખ 1 અને 4 ઓક્ટોબર હતી પરંતુ ચૂંટણી પંચે તેમાં ફેરફાર કર્યો હતો. આ પાછળનું કારણ આપતા પંચે સ્પષ્ટતા કરી હતી કે બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિશ્નોઈ સમુદાયે આસોજ અમાવસ્યા પર્વમાં ભાગ લેવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. તેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં તે દિવસે તહેવાર ઉજવે છે. રાજસ્થાનના નોખા તાલુકામાં છેલ્લા 490 વર્ષથી સતત આ મેળાનું આયોજન કરવામાં આવે છે.







