વિજય રૂપાણી મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી નક્કી કરશે, ભાજપે બનાવ્યા નિરીક્ષક
મહારાષ્ટ્રમાં 4 ડિસેમ્બરે બીજેપી વિધાયક દળની બેઠક યોજાવાની છે. આ માટે ભાજપે નિરીક્ષકોની નિમણૂ

મહારાષ્ટ્રમાં 4 ડિસેમ્બરે બીજેપી વિધાયક દળની બેઠક યોજાવાની છે. આ માટે ભાજપે નિરીક્ષકોની નિમણૂંક કરી છે. ભાજપ હાઇકમાન્ડે નિર્મલા સીતારમણ-વિજય રૂપાણીને મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી નક્કી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને મહારાષ્ટ્ર માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓની મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની ચૂંટણી માટે નિમણૂક કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 4 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. વિધાનસભ્ય દળની બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર બનાવવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. વિજય રૂપાણી પંજાબમાં ભાજપના પ્રભારી છે.
મહારાષ્ટ્રમાં ભાજપના સહયોગી પક્ષ એનસીપી અને શિવસેના બંનેમાં ધારાસભ્ય દળની બેઠક અને નેતાની ચૂંટણી યોજાઈ છે. તાજેતરમાં એનસીપીએ અજિત પવારને પસંદ કર્યા હતા જ્યારે શિવસેનાએ એકનાથ શિંદેને તેના નેતા તરીકે પસંદ કર્યા હતા. પરંતુ ભાજપમાં હજુ આ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી.
જે નેતાનું નામ બીજેપી વિધાનમંડળ દળની બેઠકમાં મંજૂર કરવામાં આવશે તે તેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. મહાગઠબંધનમાં ભાજપ સૌથી મોટો પક્ષ છે. ભાજપના નેતા કોણ હશે તેના પર સૌની નજર છે. સૂત્રોનું માનીએ તો દેવેન્દ્ર ફડણવીસ આ રેસમાં સૌથી આગળ છે.






