VIDEO:ઉત્તર પ્રદેશના કાસગંજમાં તાલીમી વિમાન ક્રેશ થવાની દુર્ઘટના
ઉત્તર પ્રદેશના કાસગંજમાં તાલીમી વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ન

ઉત્તર પ્રદેશના કાસગંજમાં તાલીમી વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ની ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેન્દ્રીય તપાસ ટીમે ક્રેશ થયેલા વિમાનના કાટમાળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ તેજ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા દ્રશ્યોમાં અધિકારીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરતા અને સ્થાનિક પ્રશાસન સાથે ચર્ચા કરતા જોવા મળે છે. વિમાનમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી કે પછી ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી, તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સદનસીબે આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ટેકનિકલ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે.




