VIDEO: ઉત્તર પ્રદેશના કોખરાજ ટોલ પ્લાઝા પર એલપીજી ટેન્કરમાં ભીષણ આગ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશ કૌશામ્બીના કોખરાજ ટોલ પ્લાઝા પર એલપીજી ગેસ ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, હાઇવે પર પસાર થઈ રહેલા ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર-દૂર સુધી જોવા મળી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સદનસીબે, કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આ ઘટનાને કારણે ટોલ પ્લાઝા પર ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો.

