VIDEO: પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા રમેશ પાત્રાની છેતરપિંડીના આરોપસર ધરપકડ
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના જાંગીપારામાંથી તૃણમૂલ કોંગ્રેસના સ્થ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના જાંગીપારામાંથી તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા રમેશ પાત્રાની છેતરપિંડીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. રમેશ પાત્રા પર રાજકીય વગ અને પ્રભાવશાળી નેતાઓના નામનો ઉપયોગ કરીને એક વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ લાગ્યો છે.ફરિયાદી તન્મય બારુઈના જણાવ્યા અનુસાર, સહકારી મંડળી સાથેના વ્યવસાય દરમિયાન આ TMC નેતાએ સરકારી લાભો અપાવવાના બહાને ટુકડે-ટુકડે અંદાજે ૨૯ લાખ રૂપિયા પડાવી લીધા હતા. નાણાં લીધા બાદ આરોપી નેતાએ ફરિયાદીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. જાંગીપારા પોલીસે ગુનો નોંધી પ્રાથમિક પુરાવાના આધારે રમેશ પાત્રાની ધરપકડ કરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા રાજકીય નેતા સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે.