VIDEO: રાજકોટમાં 8 વર્ષ પૂર્વે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કોલકાતાની જેલમાં બંધ આરોપીની ટ્રાન્સફર વોરંટથી કરાશે ધરપકડ
રાજકોટમાં આઠ વર્ષ પૂર્વે આજી નદીમાંથી મળી આવેલા ધડ વગરના માથાના કેસનો અંતે ભેદ ઉકેલ

રાજકોટમાં આઠ વર્ષ પૂર્વે આજી નદીમાંથી મળી આવેલા ધડ વગરના માથાના કેસનો અંતે ભેદ ઉકેલાયો છે. તપાસમાં ખુલ્યું છે કે બંગાળના એક બાળકને કામ માટે રાજકોટ લાવવામાં આવ્યો હતો, જ્યાં ઠેકેદારે અમાનુષી અત્યાચાર બાદ તેની હત્યા કરી હતી. આરોપીએ પુરાવા નષ્ટ કરવા બાળકના શરીરના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. બાળકનું માથું આજી નદીના પટમાં મળી આવ્યું હતું. હાલ કોલકાતાની જેલમાં બંધ આરોપી અજીત મૌલા આજમત મૌલાની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાશે. ડીએનએ રિપોર્ટ બાદ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવશે.




