મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

તૃણમૂલ કોંગ્રેસમાં મોટા બળવાના એંધાણ? TMCના 18થી વધુ સાંસદો ભાજપમાં જોડાય તેવી શક્યતા

પશ્ચિમ બંગાળની રાજનીતિમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક મીડિયા રિ

તૃણમૂલ કોંગ્રેસમાં મોટા બળવાના એંધાણ? TMCના 18થી વધુ સાંસદો ભાજપમાં જોડાય તેવી શક્યતા
આ સમાચાર સાંભળો

પશ્ચિમ બંગાળની રાજનીતિમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના 12 સાંસદો ભાજપમાં જોડાવા અથવા તેમને સમર્થન આપવા માટે તૈયાર થઈ ગયા છે. આ સિવાય પક્ષપલટો કરવા માંગતા સાંસદોની યાદીમાં અન્ય 5થી 6 નામ પણ ચર્ચામાં છે. જોકે, રિપોર્ટમાં હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ સાંસદો કોણ છે અને તેઓ ક્યારે પક્ષપલટો કરવાની યોજના બનાવી રહ્યા છે. 

મળતી માહિતી મુજબ હાલમાં 12થી વધુ સાંસદો સાથે વાતચીત ચાલી રહી છે. જો આ આંકડો 20 સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 29 સાંસદોમાંથી બે તૃતીયાંશ સાંસદો જુદા પડે તો તેમના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે નહીં.

હાલમાં સાંસદોની સંખ્યાને લઈને આંતરિક ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. મુખ્ય ચર્ચા એ વાત પર છે કે પક્ષપલટા કાયદાની કાર્યવાહીથી બચવા માટે કાયદાકીય રીતે કેટલા સાંસદોની જરૂર પડે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ચોમાસુ સત્ર સુધીમાં આ અંગેનું ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ શકે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, પક્ષપલટાના આ કથિત પ્રયાસોમાં સામેલ ઘણા સાંસદો પાર્ટી પ્રમુખ મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીના અત્યંત નજીકના માનવામાં આવે છે.

 ચૂંટણીમાં હાર બાદ 20 મેના રોજ TMC દ્વારા પ્રથમવાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં TMCના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. આ ઘટના પક્ષમાં આંતરીક વિખવાદો હોવાનું સામે આવ્યું હતું. જનતા સાથે ફરી જોડાવા માટે રસ્તા પર ઉતરીને રાજનીતિ કરવાની જરૂરિયાત મુદ્દે ચર્ચા કરવા યોજાયેલી બેઠકમાં પક્ષના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 35 ધારાસભ્યો જ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય વર્તુળોમાં સંગઠનની અંદર મોટા મતભેદો હોવાની અટકળો તેજ થઈ ગઈ છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાર્ટી ચૂંટણીમાં પરાજય બાદ પોતાની જાતને ફરીથી બેઠી કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, વિરોધ પક્ષના નેતા પદ માટે પાર્ટીની પ્રથમ પસંદ ગણાતા શોભનદેબ ચટ્ટોપાધ્યાયે આ આંતરિક કલહની અટકળોને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે ઘણા ધારાસભ્યો સંગઠનાત્મક જવાબદારીઓ અને અન્ય વ્યવહારુ કારણોસર આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા.

આ સમાચાર શેર કરો