VIDEO: ભારતીય જહાજો પર હુમલાને લઈ અમેરિકા-ઈરાન આમને-સામને, ટ્રમ્પના દાવા પર વિવાદ
હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં ત્રણ દિવસમાં ત્રણ ભારતીય જહાજો પર હુમ
પ્રકાશિત : •છેલ્લું અપડેટ : •1 મિનિટ વાંચન સમય
હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં ત્રણ દિવસમાં ત્રણ ભારતીય જહાજો પર હુમલો થવાની ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદનથી ઈરાન ભડકી ગયું છે. ટ્રમ્પે જહાજો પર હુમલા મામલે ઈરાનનો જવાબદાર ઠેરવ્યું હતું, ત્યારે આ આક્ષેપોને ઈરાને પાયાવિહોણા ગણાવ્યા છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, તેહરાને ઓમાનની ખાડીમાં એક ભારતીય જહાજ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં ઈરાનના દૂતાવાસે એવો પણ આક્ષેપ કર્યો છે કે, અમેરિકાએ એક અઠવાડિયાની અંદર ત્રણ ભારતીય જહાજો પર હુમલો કર્યો અને ત્રણ નિર્દેશ ભારતીયો ખલાસીઓને મારી નાખ્યા છે. ઈરાને ટ્રમ્પના આ આક્ષેપોને સંપૂર્ણ નકારી દીધા છે. ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બધાઈએ અમેરિકા પર નિશાન સાધીને એક્સ પર લખ્યું છે કે, અમેરિકાએ ભારતીય કોમર્શિયલ જહાજો પર નિર્દયતાપૂર્વક હુમલો કરતા ઓછામાં ઓછા ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા છે. આ હુમલા એ વાતનો સાબિત પુરાવો છે કે, અમેરિકા હથિયારોના જોરે ધાક-ધમકી આપવાની અને આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં લૂંટારાઓની જેમ દાદાગીરી કરવાની પોતાની જૂની નીતિ હજુ પણ ચલાવી રહ્યું છે.