VIDEO : Odisha વિધાનસભામાં હોબાળો; મંત્રીના રાજીનામાની માંગ સાથે ધારાસભ્યો સ્પીકરની બેઠક સુધી પહોંચ્યા

ઓડિશા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન બીજુ જનતા દળ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. તેઓ ગંજમ જિલ્લામાં દારૂની દુર્ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન બીજેડી અને કોંગ્રેસના નેતાઓ ગૃહની વચ્ચે આવી ગયા અને હંગામો કર્યો. કેટલાક ધારાસભ્યો તો સ્પીકરની સીટ સુધી પણ પહોંચ્યા હતા. ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેમને સીટ પરથી હટાવ્યા હતા. વિપક્ષ રાજ્યના આબકારી મંત્રીના રાજીનામાની પણ માંગ કરી રહ્યો છે.

