મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ વાઘ ઘઉંના ખેતરોમાં આરામ ફરમાવતો જોવા મળ્યો, ડ્રોન કેમેરામાં થયો કેદ

લખીમપુર ખેરી જિલ્લાના સુભોજ ગ્રામ પંચાયતના સુરજનપુર ગામમાં આજે ઘઉંના ખેતરમાં વાઘના આગમનને કારણે હંગામો મચી ગયો હતો

લખીમપુર ખેરી જિલ્લાના સુભોજ ગ્રામ પંચાયતના સુરજનપુર ગામમાં આજે ઘઉંના ખેતરમાં વાઘના આગમનને કારણે હંગામો મચી ગયો હતો. જ્યાં ઘઉંના ખેતરમાં એક વાઘ આરામથી બેસેલો જોવા મળ્યો હતો. વાઘ માલાણી વન શ્રેણી વિસ્તારમાં એક ગામ નજીક પહોંચી ગયો હતો. ગામલોકોએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને વાઘનો વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કર્યો.

છેલ્લા કેટલાંક દિવસથી ગામ નજીકના ખેતરોમાં વાઘના પગના નિશાન જોવા મળ્યા હતા. જેણે લઈ ગામ લોકોમાં બહેનો માહોલ હતો. લોકો વાઘને શોધવા માટે ઘરની બહાર નીકળી ગયા. ગ્રામજનોએ જણાવ્યું કે વાઘ ગામની નજીક ફરતો હતો, જેના કારણે લોકો ખૂબ ડરી ગયા હતા. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વાઘને જંગલ તરફ દોડાવવાનો પ્રયાસ શરૂ કર્યો. વાઘ જંગલમાં ગયો. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ગામમાં હજુ પણ ગભરાટનું વાતાવરણ છે.

આ સમાચાર શેર કરો