VIDEO : ચિદમ્બરમમાં નટરાજ મહોત્સવની ધૂમ, ભવ્ય રથયાત્રા
તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ચિદમ્બર નટરાજ મંદિરમાં વાર્ષિક આન


તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ચિદમ્બર નટરાજ મંદિરમાં વાર્ષિક આની થીરુમંજમ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો હતો. આ મંદિરને શૈવ ધર્મમાં આકાશ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે, જે પાંચ ભૂત સ્થળોમાંનું એક છે. ઉત્સવના મુખ્ય દિવસે ભગવાન નટરાજની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ મહોત્સવ દરમિયાન પરંપરાગત વિધિઓ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન નટરાજ અને શિવગામી અમ્માલને મંદિરમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન ભક્તોએ ઓમ નમ શિવાય અને ચિદમ્બરમ નટરાજાય નમ ના નાદ સાથે આખું વાતાવરણ શિવમય બનાવી દીધું હતું. ત્યારબાદ પ્રખ્યાત અભિષેક વિધિ કરવામાં આવી હતી જે આ તહેવારનું મુખ્ય આકર્ષણ છે. ચિદમ્બરમ મંદિરનું સ્થાપત્ય અને ભગવાન નટરાજની દૈવી મૂર્તિ ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે.




