મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:કેન્દ્રીય મંત્રીને 99 લાખની સબસિડી, રાજકારણ ગરમાયું!

કેન્દ્ર સરકાર જ્યારે પણ ડિજિટલ ટ્રાન્સફર અને સબસિડીની વાત કરે છે ત્યારે તેને પારદર્શ

કેન્દ્ર સરકાર જ્યારે પણ ડિજિટલ ટ્રાન્સફર અને સબસિડીની વાત કરે છે ત્યારે તેને પારદર્શિતાનું પ્રતીક ગણાવે છે. પરંતુ  દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે નવો વિવાદ છેડ્યો છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી એક કમર્શિયલ કાકડીની ખેતીના પ્રોજેક્ટ માટે પોતાના જ મંત્રાલય હેઠળની યોજનામાંથી રૂપિયા 99.03 લાખની સબસિડી મેળવીને વિપક્ષના નિશાના પર આવી ગયા છે. આ અહેવાલ આવ્યા બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ ભાજપ પર 'ભ્રષ્ટાચાર'નો ગંભીર આરોપ લગાવ્યો છે, જ્યારે મંત્રીએ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું છે કે તેઓ રાજકારણમાં આવ્યા તે પહેલાના ખેડૂત છે અને તેમણે કશું જ છુપાવ્યું નથી. આ વિવાદ પર વાત કરતા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, હું એક ખેડૂત છું અને બાળપણથી જ ખેતી સાથે જોડાયેલો છું. મેં કંઈપણ છુપાવ્યું નથી. મેં આ સબસિડી માટે વર્ષ 2018માં એટલે કે મંત્રી બન્યા પહેલા જ અરજી કરી હતી..

આ સમાચાર શેર કરો