VIDEO:ખેડૂતોના સબસિડીવાળા યુરિયાનો ઔદ્યોગિક એકમમાં ગેરકાયદે વપરાશ
વડોદરાના સાવલી-હાલોલ રોડ પર આવેલી ગ્રીનપ્લાય સ્પેશિયાલિટી પેનલ્સ કંપનીમાં ખેડૂતોના સબસિડી

વડોદરાના સાવલી-હાલોલ રોડ પર આવેલી ગ્રીનપ્લાય સ્પેશિયાલિટી પેનલ્સ કંપનીમાં ખેડૂતોના સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયાનો ગેરકાયદે ઔદ્યોગિક ઉપયોગ થતો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. નાયબ ખેતી નિયામકની ફરિયાદના આધારે સાવલી પોલીસે કંપની અને દિલ્હીની સપ્લાયર પેઢી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન કંપનીમાંથી અંદાજે ૧૦ મેટ્રિક ટન યુરિયાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે



