VIDEO : સ્ટીલ ફર્મના બહાર ગોળીબાર, ખંડણી માંગ્યાનો મામલો
પુણેમાં ગુનાખોરીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જાણીતી સ્ટીલ ફર્મના કાર્યાલયની બહાર અજાણ્

પુણેમાં ગુનાખોરીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જાણીતી સ્ટીલ ફર્મના કાર્યાલયની બહાર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના ખંડણીના મામલા સાથે જોડાયેલી હોવાનું જણાઈ રહ્યું છે. સ્ટીલ ફર્મના માલિકને અગાઉથી ધમકીભર્યા ફોન કોલ્સ આવતા હતા અને મોટી રકમની ખંડણી માંગવામાં આવી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ પુણે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને શંકાસ્પદ આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમો તૈનાત કરી છે. ઉદ્યોગપતિઓમાં વધતી જતી આ પ્રકારની ખંડણીની ઘટનાઓને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.



