Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supriya Sule's accident on Pune-Mumbai Expressway: hit by car passing Surendranagar

પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર સુપ્રિયા સુલેનો અકસ્માત: સુરેન્દ્રનગર પાસિંગની ગાડીએ મારી ટક્કર

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર સુપ્રિયા સુલેનો અકસ્માત: સુરેન્દ્રનગર પાસિંગની ગાડીએ મારી ટક્કર
સોર્સ : gstv

મુંબઈ: NCP (શરદ પવાર જૂથ) ના દિગ્ગજ નેતા અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલે (Supriya Sule) શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) માં આબાદ બચી ગયા છે. પુણેથી મુંબઈ જતી વખતે એક બેફામ સ્પીડે આવતી કારે તેમની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટના અંગે તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો 'ખૌફનાક અનુભવ' (Terrifying experience) શેર કર્યો છે.

App Store

ગુજરાત પાસિંગની ગાડીએ સર્જ્યો અકસ્માત

સુપ્રિયા સુલેએ આ ઘટનાની ગંભીરતા નોંધતા જે વાહને ટક્કર મારી હતી તેનો રજીસ્ટ્રેશન નંબર (Registration number) પણ જાહેર કર્યો છે. આ ગાડી ગુજરાતના સુરેન્દ્રનગર પાસિંગની (GJ13CF5257) હોવાનું સામે આવ્યું છે. સુપ્રિયા સુલેએ જણાવ્યું કે, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આ વાહનના ચાલકે અત્યંત બેજવાબદારીપૂર્વક (Recklessly) ડ્રાઇવિંગ કરીને તેમની કારને સાઈડમાંથી ટક્કર મારી હતી.

"સીટ બેલ્ટને કારણે બચી ગયો જીવ"

અકસ્માત બાદ સુપ્રિયા સુલેએ સુરક્ષાના નિયમો (Safety rules) પર ભાર મૂકતા કહ્યું કે, "આજે હાઈવે પર મારો અનુભવ ખૂબ જ ડરામણો હતો. સદનસીબે ગાડીમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. હું દરેકને વિનંતી કરું છું કે હંમેશા સીટ બેલ્ટ (Seat belt) પહેરો અને સતર્ક રહો. રસ્તા પરની તમારી બેદરકારી અને તેજ ગતિ (High speed) અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે."

સુપ્રિયા સુલેની રાજકીય સફર

  • રાજકીય સફર: વર્ષ 2006માં રાજ્યસભાથી શરૂઆત કરી.

  • બારામતીના સાંસદ: પિતા શરદ પવારનો વારસો સંભાળતા તેઓ 2009થી સતત 4 વખત બારામતી લોકસભા બેઠક પરથી જીત્યા છે.

  • સંસદ રત્ન: સંસદમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને ચર્ચાઓમાં સક્રિય ભાગીદારી બદલ તેમને અનેકવાર 'સંસદ રત્ન' (Sansad Ratna Award) થી નવાજવામાં આવ્યા છે.

હાલમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને ટક્કર મારનાર વાહન ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.