Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Accident on Mumbai-Pune Expressway: Two killed

VIDEO: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માત: બેના મોત

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાયગઢ જિલ્લાના ખોપોલી નજીક મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આજે વહેલી સવારે એક ટ્રક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કરમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વહેલી સવારના દ્રશ્યોમાં અકસ્માતની તીવ્રતા જોઈ શકાય છે, જેમાં બંને વાહનોના કુરચા બોલી ગયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ દળની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે ક્રેનની મદદથી વાહનોને હટાવીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.

App Store