Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Petrol-Diesel won't be cheaper despite crude oil prices falling? Know the reason

VIDEO : કાચા તેલના ભાવ ઘટ્યા છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તું નહીં થાય? જાણો કારણ

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાજેતરના દિવસોમાં કાચા તેલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ છતાં સામાન્ય લોકોને કોઈ ફાયદો મળવાની આશા દેખાઈ રહી નથી. ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાચા તેલના ભાવમાં ભારે ઘટાડો થયો હોવા છતાં, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ટૂંક સમયમાં ઇંધણના રિટેલ ભાવ ઘટાડવામાં આવે તેવી કોઈ શક્યતા નથી દેખાઈ રહી. વર્તમાન સમયમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યુ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓને માર્ચ-મે 2026 દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને LPG પર કુલ મળીને 1 લાખ કરોડ રૂપિયાની અંડર-રિકવરી એટલે કે નુકસાન થઈ રહ્યુ છે. બીજી તરફ નિષ્ણાતોનું માનવું છે કે, કાચા તેલની કિંમતો હજુ વધી શકે છે, કારણ કે વિશ્વભરમાં તેલનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. રિફાઇનર્સ પશ્ચિમ એશિયામાં થયેલા સંઘર્ષ દરમિયાન ભારે નુકસાનની ભરપાઈ કરવા માંગે છે, અને સાથે જ શાંતિ કરારના અમલીકરણ પર પણ નજર રાખી રહ્યા છે.

App Store