Video: પરિસીમન બિલ મુદ્દે ચિરાગ પાસવાનના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- અહંકારમાં રહેતી કોંગ્રેસને આજે જૂના સાથી સ્ટાલિનની યાદ આવી

સોર્સ: gstv

પરિસીમન બિલને લઈને રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને આજે અચાનક ડીએમકે અને સ્ટાલિન સાહેબની યાદ આવી રહી છે, પરંતુ જ્યારે પોતાની મહત્વાકાંક્ષાઓ માટે એમ.કે. સ્ટાલિન અને તેમની પાર્ટી સાથે વાત કર્યા વિના દાયકાઓ જૂનું ગઠબંધન તોડી નાખ્યું ત્યારે તેમને યાદ નહોતી આવી. પાસવાને વધુમાં કહ્યું કે તમિલનાડુની સત્તા માટે જ્યારે કોંગ્રેસ વિજય સાથે ગઈ હતી અને સ્ટાલિને નારાજ થઈને ઇન્ડિયા બ્લોકમાંથી પોતાની બેઠકો અલગ કરવાનું કહ્યું હતું, ત્યારે રાહુલ ગાંધીએ બેસીને વાત કરવી જોઈતી હતી. કોંગ્રેસ અહંકારમાં રહે છે અને આજે જરૂર પડી ત્યારે સૌથી જૂના સાથીઓની યાદ આવી રહી છે તેવા પ્રહારો ચિરાગ પાસવાને કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત