Video: મુંબઈમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રાહુલ ગાંધી અને ખડગેની શરદ પવાર સાથે મુલાકાત, પરિસીમન બિલ પર સમર્થન અંગે પુનર્વિચારની અપીલ

સોર્સ: gstv

સીમાંકન બિલને સમર્થન ન આપવા માટે ઈન્ડિયા ગઠબંધના નેતાઓએ મુંબઈ પહોંચીને શરદ પવાર સાથે પણ મુલાકાત કરી...મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શરદ પવારની સાથે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ઇન્ડિયા બ્લોકના અન્ય નેતાઓએ મુલાકાત કરી. શરદ પવારની પાર્ટીએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત પરિસીમન બિલને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ આ મુલાકાત દરમિયાન તેમને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી મુલાકાત પૂર્ણ કરીને બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, 'અમારી લડાઈ ચાલુ છે અને બધું બરાબર છે.'

આ સમાચાર શેર કરો

જાહેરાત