Video: મુંબઈમાં ‘કોણ હોનાર કરોડપતિ’ના સેટ પર માધુરી દીક્ષિત અને કાજોલની હાજરી

બોલિવૂડની બે દિગ્ગજ અભિનેત્રીઓ માધુરી દીક્ષિત અને કાજોલ મુંબઈમાં લોકપ્રિય મરાઠી ક્વિઝ શો 'કોણ હોનાર કરોડપતિ'ના સેટ પર એકસાથે જોવા મળી હતી. આ બંને અભિનેત્રીઓ શોના એક ખાસ એપિસોડના શૂટિંગ માટે સેટ પર પહોંચી હતી, જ્યાં તેમની કેમેસ્ટ્રી અને અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિત અને કાજોલે પાપારાઝી સામે હસીને પોઝ આપ્યા હતા અને બંને વચ્ચેનું ખાસ બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું. 90ના દાયકાની આ બંને સુપરહિટ અભિનેત્રીઓને એક જ મંચ પર સાથે જોઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેટ પરની તેમની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
જાહેરાત












