Video: ફિલ્મની રિલીઝ પહેલાં ધનશ્રી વર્મા સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી

જાણીતી કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા સ્ટાર ધનશ્રી વર્મા પોતાની ડેબ્યૂ ફિલ્મની રિલીઝ પહેલાં મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. ફિલ્મની સફળતા માટે તેણે ભગવાન ગણેશના ચરણોમાં શીશ ઝુકાવીને ખાસ પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં પરંપરાગત અંદાજમાં જોવા મળેલી ધનશ્રીનો આ વીડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મોટા પડદા પર પોતાના અભિનયની નવી સફર શરૂ કરવા જઈ રહેલી ધનશ્રી માટે આ ફિલ્મ અત્યંત ખાસ માનવામાં આવી રહી છે.
જાહેરાત









