Video: મુંબઈમાં SME ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાની ખાસ હાજરી

સોર્સ: gstv

નાણાકીય રાજધાની મુંબઈમાં યોજાયેલી SME ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ સંબોધન કર્યું છે. નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે SME ક્ષેત્રને નાણાકીય સહાય, લોન સુવિધા અને રોકાણની નવી તકો મળે તે અંગે સમિટમાં વિસ્તૃત ચર્ચા થઈ રહી છે. દેશના આર્થિક વિકાસમાં SME સેક્ટરની ભૂમિકા અને બેંકિંગ વ્યવસ્થા દ્વારા તેને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ખાસ ભાર મુકાયો છે. ઉદ્યોગજગત અને નાણાકીય નિષ્ણાતોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નાના ઉદ્યોગકારોના વિકાસ માટે નવી દિશા અને નીતિગત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત