VIDEO: Ahmedabad / મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને NEET પેપર લીક મામલે બાપુનગરમાં કોંગ્રેસનો હલ્લાબોલ, સરકાર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ
સોર્સ : GSTV
અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ-CNGના વધતા ભાવ અને નીટ પેપર લીક મામલે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો..વિરોધ પ્રદર્શન બાદ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસે સરકારની જનવિરોધી નીતિઓનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલની આગેવાનીમાં ઈન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

