VIDEO : પેટ્રોલ-ડીઝલના આજના લેટેસ્ટ રેટ: જાણો ડીઝલ ખરીદી પર 200 લીટરની મર્યાદા કેમ નક્કી કરાઈ?
કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવમાં આજે સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 0.60 ટકા વધીને 83.67 ડોલર પ્રતિ બ


કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવમાં આજે સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 0.60 ટકા વધીને 83.67 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જ્યારે, WTI ક્રૂડ 0.77 ટકા વધીને 81.37 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આ દરમિયાન ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. IOC દ્વારા જાહેર કરાયેલા આજના ભાવ મુજબ, દિલ્હીમાં સામાન્ય પેટ્રોલનો ભાવ 102.12 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં આજે પણ 14.2 કિલોગ્રામવાળા ઘરેલું LPG સિલિન્ડરની કિંમત ₹942 અને 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ₹3,113.50 છે.
ગુજરાતમાં મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના અંદાજિત ભાવ (16 જુન 2026)
અમદાવાદ: પેટ્રોલ ~₹101.83/લિટર, ડીઝલ ~₹97.92/લિટર
સુરત: પેટ્રોલ ~₹101.07/લિટર, ડીઝલ ~₹97.82/લિટર
વડોદરા: પેટ્રોલ ~₹101.46/લિટર, ડીઝલ ~₹97.57/લિટર
રાજકોટ: પેટ્રોલ ~₹101.27/લિટર, ડીઝલ ~₹97.44/લિટર
ગાંધીનગર: પેટ્રોલ ~₹102.01/લિટર, ડીઝલ ~₹98.13/લિટર
પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી, 90 દિવસ માટે નિયમ લાગુ કરાયો
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસની પૂરતી ઉપલબ્ધતાની ખાતરી આપતા લોકોને ઈંધણનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને તમામ રિફાઈનરીઓ સામાન્ય ક્ષમતા પર કામ કરી રહી છે.
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે સરકારે 11 જૂનના રોજ એક નોટિફિકેશન જાહેર કરીને રિટેલ પેટ્રોલ પંપ પરથી પ્રતિ વ્યક્તિ દરરોજ 200 લીટર ડીઝલ ખરીદવાની મર્યાદા નક્કી કરી છે. આ વ્યવસ્થા આગામી અંદાજે 90 દિવસ સુધી લાગુ રહેશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, મે મહિનામાં આશરે 42 કરોડ લીટર ડીઝલ — જે અગાઉ ઇન્ડસ્ટ્રિયલ (ઔદ્યોગિક) અને કોમર્શિયલ ગ્રાહકો પોતાના કન્ઝ્યુમર પંપ પરથી લેતા હતા — તે રિટેલ પંપ પરથી ખરીદવામાં આવવા લાગ્યું. આના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
એલપીજી (LPG)નો સપ્લાય પણ સામાન્ય
મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર દિવસમાં 1.66 કરોડ એલપીજી બુકિંગ મળ્યા છે, જ્યારે 1.84 કરોડ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી છે. આ સાથે જ બેકલોગ ઘટીને 3.3 દિવસ રહી ગયો છે. આ સમયગાળા દરમિયાન 24,184 ટન કોમર્શિયલ LPGનું વેચાણ થયું હતું અને 5 કિલોગ્રામવાળા 2.18 લાખ સિલિન્ડર વેચાયા હતા.
પીએનજી (PNG) કનેક્શનમાં પણ તેજી
માર્ચ 2026થી અત્યાર સુધીમાં 9.76 લાખ પીએનજી કનેક્શન એક્ટિવ કરવામાં આવ્યા છે. આ દરમિયાન 3.19 લાખ વધારાના કનેક્શન માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે અને 9.72 લાખ નવા ગ્રાહકોનું રજીસ્ટ્રેશન થયું છે.








