Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ 'Neela' robot greets voters in Puducherry, know what's special about it

VIDEO/ પુડુચેરીમાં ‘નીલા’ રોબોટે કર્યું મતદારોનું અભિવાદન, જાણો શું છે ખાસિયત

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : twitter

પુડુચેરી: ભારતભરમાં ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીંના એક મતદાન મથક પર મતદારોનું સ્વાગત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ 'નીલા' નામની રોબોટ તૈનાત કરવામાં આવી હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ આ રોબોટ મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

App Store

મતદાન મથક પર પરંપરાગત અંદાજમાં સ્વાગત

પુડુચેરીની વી.ઓ.સી. સરકારી સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલા મતદાન મથક પર જ્યારે મતદારો વોટ આપવા પહોંચ્યા, ત્યારે ફૂલોની થાળી હાથમાં લઈને ઉભેલી ‘નીલા’ રોબોટે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ રોબોટ માત્ર ઉભી જ નહોતી, પરંતુ હાઈ-ટેક વૉઇસ ફીચરની મદદથી દરેક મતદારનું અભિવાદન પણ કરી રહી હતી.

કોણ છે આ ‘નીલા’ રોબોટ?

રોબો મિરર કંપનીના કૌશિકે આ રોબોટ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે: આ રોબોટને ખાસ કરીને ઇવેન્ટ્સ માટે તૈયાર કરવામાં આવી છે. તે મૂળ કોઇમ્બતુરથી લાવવામાં આવી છે. તેનો ઉપયોગ લગ્ન પ્રસંગો, ઓફિસ વર્ક અને હવે ચૂંટણી જેવા મહત્વના જાહેર કાર્યક્રમોમાં થઈ રહ્યો છે.  નીલા રોબોટ વૉઇસ ફીચરથી સજ્જ છે. તેમાં અગાઉથી ફીડ કરવામાં આવેલા કમાન્ડ્સ મુજબ તે લોકો સાથે વાતચીત કરી શકે છે.

મતદારોમાં ભારે ઉત્સાહ

ચૂંટણી પંચ દ્વારા ટેકનોલોજીના આ અનોખા પ્રયોગને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને યુવા મતદારો અને બાળકો આ હાઈ-ટેક સ્વાગત જોઈને આશ્ચર્યચકિત થયા હતા. લોકશાહીના પર્વમાં ટેકનોલોજીનો આવો ઉપયોગ મતદાન જાગૃતિ લાવવામાં પણ મદદરૂપ સાબિત થઈ રહ્યો છે.

ચૂંટણીનો માહોલ

ઉલ્લેખનીય છે કે પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ છે. એક તરફ એન.આર. કોંગ્રેસ અને ભાજપ ગઠબંધન છે, તો બીજી તરફ કોંગ્રેસ અને અન્ય પક્ષો મેદાનમાં છે. આ દરમિયાન ટેકનોલોજીના આ પ્રયોગે ચૂંટણી પ્રક્રિયાને વધુ રોમાંચક બનાવી દીધી છે.