મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહારાષ્ટ્ર સરકાર: 2 લાખ રૂપિયા સુધીનું કૃષિ ધિરાણ માફ કરવાનો નિર્ણય

મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિને

મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. રાજ્યના અંદાજે 56 લાખ ખેડૂતોના 65 લાખથી વધુ લોન ખાતાઓને લાભ મળે તે માટે 2 લાખ રૂપિયા સુધીનું કૃષિ ધિરાણ માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2025 સુધીના બાકી પાક ધિરાણને આ યોજનામાં આવરી લેવામાં આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકાર પર અંદાજે 36 હજાર 585 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે. સાથે જ નિયમિત રીતે બેંક લોન ચૂકવનારા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે 50 હજાર રૂપિયા સુધીનું અનુદાન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ચોમાસા અને ખરીફ સીઝન પહેલાં લેવાયેલા આ નિર્ણયને ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક સહાય તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો