VIDEO: દેશની કૃષિ અને અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ માનાતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન..
દેશની કૃષિ અને અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત

દેશની કૃષિ અને અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ માનાતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનને લઈને ભારતીય હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે છે. સામાન્ય રીતે ચોમાસાના આગમનની સત્તાવાર તારીખ 1 જૂન માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે તેમાં થોડો વિલંબ નોંધાયો છે. હાલમાં વાતાવરણની પરિસ્થિતિઓ અનુકૂળ હોવાથી ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના વિસ્તારો, લક્ષદ્વીપ, કેરળ અને તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. અગાઉ હવામાન વિભાગે 26 મેના રોજ ચોમાસું કેરળ પહોંચવાની આગાહી કરી હતી. જોકે હવામાનમાં આવેલા ફેરફારોને કારણે તેની ગતિ ધીમી પડી અને આગમનમાં વિલંબ થયો છે. હવે આગામી દિવસોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની રાહ જોવાઈ રહી છે.

