Video: પંજાબમાં રમતોત્સવના મહાકુંભનું સમાપન, 7 લાખ ખેલાડીઓએ બતાવ્યો રમતનો જલવો

પંજાબના હોશિયારપુરમાં મુખ્યમંત્રી ભગવંત માન પત્ની ગુરપ્રીત કૌર સાથે ખેડાં વતન પંજાબ દીયાનની ચોથી સિઝનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે 5 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર સુધી યોજાયેલી આ રમતોત્સવમાં આશરે 7 લાખ ખેલાડીઓએ 9 વયજૂથોમાં ભાગ લીધો હતો. તાલુકા, બ્લોક અને જિલ્લા સ્તરે યોજાયેલી સ્પર્ધાઓમાં ખો-ખો, વોલીબોલ અને હેન્ડબોલ સહિતની રમતોને સ્થાન આપવામાં આવ્યું હતું. ખેલાડીઓને કુલ 12 કરોડ 5 લાખ રૂપિયાના ઇનામ આપવામાં આવશે. ભગવંત માને કહ્યું કે આ આયોજનથી રમતગમત પ્રત્યે યુવાનોનો ઉત્સાહ વધ્યો છે. તેમણે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સફળ યજમાનીનો ઉલ્લેખ કરી આગામી જુનિયર વર્લ્ડ કપની યજમાની મેળવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
જાહેરાત











