VIDEO: પંજાબના મોહાલીમાં ખેડૂતોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો
સોર્સ : GSTV
પંજાબના મોહાલીમાં ખેડૂતોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો હતો . પાકના ટેકાના ભાવની કાનૂની ગેરંટી, દેવા માફી અને અગાઉના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પાછા ખેંચવાની મુખ્ય માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા .ખેડૂત સંગઠનોના આ આહવાનને પગલે મોહાલી સરહદે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયું હતું . પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની ન્યાયી માંગણીઓ વહેલી તકે પૂરી નહીં કરે, તો આ વિરોધ પ્રદર્શન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે. આ આંદોલનને કારણે સ્થાનિક વાહનવ્યવહાર પર પણ વ્યાપક અસર પડી હતી

