VIDEO: કોલકાતા માં ભારે વરસાદ થી લોકોને મુશ્કેલી
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાના વિવિધ વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વરસાદ

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાના વિવિધ વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વરસાદ ખાબક્યો હતો. અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન નાગરિકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે, અચાનક શરૂ થયેલા આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ઓફિસે જતા લોકોને મુશ્કેલી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકમાં શહેરમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેથી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે




