VIDEO:ચોમાસાની શરૂઆત: આગામી ૭ દિવસ ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગ દ્વારા દેશના ૨૫ રાજ્યોને એલર્ટ
દેશમાં આજથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થય

દેશમાં આજથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. ભારતીય હવામાન વિભાગ-IMD દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ, દેશમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાનું આખરે આગમન થઈ ગયું છે. નવ દિવસના વિલંબ બાદ, આજે 4 જૂને કેરલમમાં ચોમાસાએ સત્તાવાર પ્રવેશ કર્યો છે. આ સાથે જ હવામાન વિભાગે દેશના 25 રાજ્યો માટે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ રાજ્યોમાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદનું એલર્ટ જારી રહેશે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં પ્રી-મોન્સૂન ગતિવિધિઓ પણ વેગવંતી બની છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને ઓડિશા સહિતના રાજ્યોમાં પણ વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. ખાસ કરીને ઓડિશામાં આગામી ચાર દિવસ સુધી કરા સાથે તોફાનની ચેતવણી આપવામાં આવી છે.




