મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ જો જો નજરના લાગે ! જર્મન રાજદૂતે નવી BMWમાં લટકાવ્યા લીંબુ અને મરચા

જ્યારે આપણે નવી કાર અથવા ઘર ખરીદીએ છીએ, ત્યારે આપણે સૌ પ્રથમ પૂજા કરીએ છીએ અને શુભ સંકેત તરીકે

VIDEO/ જો જો નજરના લાગે ! જર્મન રાજદૂતે નવી BMWમાં લટકાવ્યા લીંબુ અને મરચા


જ્યારે આપણે નવી કાર અથવા ઘર ખરીદીએ છીએ, ત્યારે આપણે સૌ પ્રથમ પૂજા કરીએ છીએ અને શુભ સંકેત તરીકે નાળિયેર વધેરીયે છીએ. આ સિવાય વાહનને ખરાબ નજરથી બચાવવા માટે લીંબુ અને મરચાં પણ લટકાવવામાં આવે છે. પરંતુ, જ્યારે કોઈ વિદેશી આ પરંપરાને અપનાવતો જોવા મળે છે ત્યારે આશ્ચર્ય થાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં રાજદૂત ભારતીય પરંપરાઓ અને માન્યતાઓને અનુસરતા જોવા મળે છે.

જર્મન રાજદૂતનો ભારતીય પરંપરાઓ પ્રત્યે લગાવ
ભારતમાં તૈનાત જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેને પોતાની નવી ઇલેક્ટ્રિક લક્ઝરી કાર ખરીદી છે. તેનું સ્વાગત કરતો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે કારની ઉપરથી સિલ્વર કપડાને હટાવતા જોવા મળે છે, ત્યારબાદ તેમની ચમકતી કાળી કાર દેખાય છે અને ત્યાં હાજર લોકો તાળીઓ પાડે છે.

જર્મન રાજદૂત તેની કારને 'દુષ્ટ નજર'થી બચાવે છે

આ પછી તેમને કારની ચાવીઓ સોંપવામાં આવી. તેમણે પોતાની કાર પર પોતાના દેશનો ધ્વજ લગાવ્યો. પરંતુ વીડિયોનો સૌથી રસપ્રદ ભાગ ત્યારે આવ્યો જ્યારે તેમણે ભારતીય માન્યતા મુજબ તેમની કાર પર દોરામાં બાંધેલા લીંબુ-મરચાને લટકાવ્યા, જેથી નજર ન લાગે. જેમ ભારતીય લોકો સામાન્ય રીતે કરે છે.

કારની સામે નાળિયેર તોડવાની વિધિ
પોતાની કારમાં લીંબુ અને મરચા લટકાવ્યા બાદ રાજદૂતે ભારતીય પરંપરાને અનુસરીને કારની આગળ એક નાળિયેર પણ વધેર્યુ હતું. ભારતીય માન્યતા અનુસાર નારિયેળ પાણીને શુભ માનવામાં આવે છે. આ ધાર્મિક વિધિ ભગવાનના આશીર્વાદ મેળવવાનું પ્રતીક છે.

જર્મન રાજદૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
એમ્બેસેડરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ભારતીય રીત-રિવાજોમાં તેમની આસ્થા અને પાલનની પ્રશંસા કરવામાં આવી રહી છે

આ સમાચાર શેર કરો